બંધ

    ઇતિહાસ

    દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી એમ બંને કેન્દ્રશાસિત પ્રદેશો ઘણા લાંબા સમય સુધી પોર્ટુગીઝ વસાહતો બની રહેલ. જે બાદ સને ૧૯૫૪ માં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી પોર્ટુગીઝોનાં કબ્જા માંથી મુક્ત થયેલ જયારે ૧૯ ડીસેમ્બર, ૧૯૬૧ નાં રોજે દમણ અને દીવ પોર્ટુગીઝોનાં કબ્જા માંથી મુક્ત થયેલ. સને ૧૯૬૧ થી ૧૯૮૭ સુધી દમણ અને દીવ તથા ગોવા નું સંયુક્ત રીતે સંચાલન કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે થયેલ. સને ૧૯૮૭ માં દમણ અને દીવ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનેલ જયારે દાદરા અને નગર હવેલી સને ૧૯૬૧ માં કેન્દ્રશાસિત પ્રદેશ બનેલ. આ સમય દરમિયાન દમણ ખાતે એક પોલીસ સ્ટેશન તથા દીવ ખાતે પણ એક પોલીસ સ્ટેશન હતું તથા દમણ અને દીવ પોલીસ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક કક્ષાનાં અધિકારી દ્વારા સંચાલિત થતું. આ અધિકારીશ્રીઓની ગોવા ખાતેથી નિયુક્તિ થતી. પોર્ટુગીઝ સમય દરમીયાન દાદરા અને નગર હવેલી માં એક પોલીસ સ્ટેશન હતું. સને ૧૯૬૫ માં ખાનવેલ પોલીસ સ્ટેશન અને સારંગી પોલીસ સ્ટેશન એમ બે નવા પોલીસ સ્ટેશન બનેલ. દાદરા અને નગર હવેલી પોલીસ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક કક્ષાનાં અધિકારી દ્વારા સંચાલિત થતું જેઓની નિયુક્તિ ગુજરાત ખાતે થી થતી. સને ૧૯૯૦ના સમયગાળા થી કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ ખાતે AGMUT કેડર નાં અધિકારીશ્રીઓની નિયુક્તિ થવાનું ચાલુ થયેલ.
    સને ૧૯૮૮ માં સહાયક પોલીસ મહાનિરીક્ષકશ્રી નું પદ અસ્તિત્વમાં આવેલ જે ઉચ્ચ કક્ષાએ લઇ જતા સને ૨૦૦૫ બાદ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીની વરણી થવાનું શરુ થયેલ. દાદરા અને નગર હવેલી ખાતે પોલીસ નિરીક્ષકશ્રી નું પદ સને ૨૦૦૭ માં અસ્તિત્વ માં આવેલ જયારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ માં પોલીસ નિરીક્ષકશ્રી નું પદ સને ૨૦૦૮ માં અસ્તિત્વ માં આવેલ.
    ૨૬ જાન્યુઆરી, ૨૦૨૦ નાં રોજે દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી એમ બંને કેન્દ્રશાસિત પ્રદેશોનાં દમણ, દીવ અને દાદરા નગર હવેલી એમ ત્રણ જીલ્લાઓનો સમન્વય કરી દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ એમ એક કેન્દ્રશાસિત પ્રદેશ બનેલ. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ નાં પોલીસ વિભાગ નાં વડા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી છે જે AGMUT કેડરનાં અધિકારી છે. દમણ, દીવ તેમજ દાદરા નગર હવેલી એમ ત્રણેય જીલ્લાઓ પોલીસ નિરીક્ષકશ્રી દ્વારા સંચાલિત થાય છે. દમણ તથા દીવ જીલ્લામાં એક-એક પેટા વિભાગ તથા દાદરા અને નગર હવેલી માં બે પેટા વિભાગ કાર્યરત છે